તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની સેવાભાવી સંસ્થાનો પ્રકૃતિપ્રેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાનાં બાળકોને પક્ષીઓનું જતન કરવા માર્ગદર્શન અાપવામાં આવ્યું

10 વર્ષમાં 1 લાખ ચકલીનાં માળાનું વિતરણ

જૂનાગઢનીસેવાભાવી સંસ્થાએ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હતી. શાળાનાં બાળકોને ચકલીનાં માળાનું વિતરણ કરી પક્ષીઓનું જતન કરવા માર્ગદર્શન અપાયુ હતું.

જૂનાગઢમાં નિસર્ગ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાનાં હનુમાન મંદિર પાસે શાળાનાં છાત્રોને વિનામૂલ્યે ચકલીનાં માળાનું વિતરણ કરાયુ હતું. ક્લબનાં પ્રમુખ ડો. પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, બાળકોને ચકલી તેમજ અન્ય પક્ષીઓનું સંરક્ષણ કરવા માર્ગદર્શન આપવાની સાથે કાળઝાળ ઉનાળામાં 45 ડિગ્રીમાં પણ જેટલા પક્ષીઓ મૃત્યુ પામે, એનાં કરતા પાણી વિના વધુ પક્ષીઓ તડફડીને મરે છે. માટે તમામ લોકોએ ઘેર પીવાના પાણીનાં કુંડા ગોઠવવા જોઇએ જેથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે. સંસ્થા દ્વારા 10 વર્ષથી નિસર્ગ નેચર ક્લબનાં નેજા હેઠળ પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં અાવે છે. જેમાં અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે ચકલીનાં માળાનું શહેરમાં વિનામૂલ્યે વિતરણ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો