તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વારે તહેવારે થાય છે ચેકીંગની કામગીરી પણ વાસ્તવિકતા જુદીજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારે તહેવારે થાય છે ચેકીંગની કામગીરી પણ વાસ્તવિકતા જુદીજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેળસેળીયા પાસેથી 3.92 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો, જો કે હજુ ઘણા શકંજા બહાર

શહેરમાં ભેળસેળને લગતા 87 કેસ પેન્ડિંગ

જૂનાગઢમાંખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરનાર વેપારીઓ સામે કોર્પોરેશનની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. અંગેની કરેલી કામગીરીમાં 87 વેપારીઓ સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યા છે. તેમજ 3.92 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. તંત્રની કામગીરીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાાયો છે.

અંગે કોર્પોરેશનની ફૂડ શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેકટર બી. સી. કથીરીયાનાં જણાવ્યા મુજબ, વારે તહેવારે વિશેષ ચેકીંગ કરવામાં આવે છે. દરમિયાન ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થયાની શંકા જણાયે તુરત નમુના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ થયાનું માલુમ પડે તો દંડ વસુલવામાં આવે છે. જરૂર જણાયે ફૂડ કમિશ્નરની મંજુરી લઇ કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવે છે. હાલ કોર્ટમાં આવા 87 કેસ પેન્ડિંગ છે.

કેરીના રસના વેંચાણ સામે તપાસ કયારે ?

શહેરમાંબિલાડીના ટોપની જેમ કેરીના રસનું વેંચાણ કરનારા ફૂટી નિકળ્યા છે. માત્ર 60 રૂપિયામાં કિલોના ભાવે વેંચાતો રસ ખરેખર ખાવા લાયક છે ખરો ? રસ બનાવવામાં વપરાતી સામગ્રીનું ચેકીંગ ક્યારે હાથ ધરાશે ? એવો સવાલ લોકોમાંથી ઉઠ્યો છે. આવા રસનાં ઉપયોગથી ફુડ પોઇઝનીંગ કે અન્ય કોઇ બિમારી થશે તો તેની જવાબદારી કોની રહેશે? તંત્રએ આવા રસનાં વેંચાણ કરતા સ્ટોલમાં વ્યાપક ચેકીંગ હાથ ધરવું જોઇએ અને લોકોનાં આરોગ્ય સાથે ચેડા થવાનું માલુમ પડે તો આવ રસનું વેંચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

પરિક્રમા : 295 પેઢીમાં તપાસ, 299 કિલો અખાદ્ય પદાર્થનો નાશ. જન્માષ્ટમી : 39 પેઢીની તપાસ. 900 કિલો અખાદ્ય પદાર્થનો નાશ. 71300 નો દંડ. દશેરા : 108 કિલો અખાદ્ય પદાર્થનો નાશ. શિવરાત્રિ મેળો : 441 પેઢીમાં તપાસ, 470 કિલો અખાદ્ય પદાર્થનો નાશ. અને 1600 પાણીના પાઉચનો નાશ. જીઆઇડીસીમાં 1500 કિલો મીઠાઇનો નાશ. ગણેશનગરમાં ડુપ્લીકેટ દૂધ બનાવતી ફેકટરી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

કયારે કેટલી કામગીરી ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો