તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5.75 કરોડની બચતથી મનપા કર્મીઓને 7મું પગાર પંચ અાપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પગારપંચ ચૂકવાય તો 4.60 કરોડનો ખર્ચ

જૂનાગઢમહાનગરપાલિકાનાં કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવા તેમજ મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તેવા સુચનો ધ્યાને લેવા પૂર્વ નગરસેવકે કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ભાજપનાં પૂર્વ નગરસેવક અનિલ ઉદાણીએ કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, મહાનગરપાલિકાનાં કર્મચારીને સાતમા પગારપંચનો લાભ આપવામાં મહાનગરપાલિકાની અાર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવાયું છે પરંતુ બજેટમાં કરેલી જોગવાઇ, મોબાઇલ ટાવરમાં હાઉસટેક્ષ વસુલ કરવામાં આવે, મેડીકલ કોલેજનાં હાઉસટેક્ષને ધ્યાનમાં લેવામાં અાવે તેમજ સોલાર સીસ્ટમને કારણે લાઇટબીલમાં ઘટાડો થતાં બચત થઇ છે. ઉપરાંત એલઇડી લાઇટ ફીટ કરવાથી ખર્ચમાં મોટી બચત થઇ છે. બધુ ધ્યાને લેતા વાર્ષિક 5.75 કરોડની આવક થાય છે. જેની સામે સાતમું પગારપંચ આપે તો 4.60 કરોડનો ખર્ચ થાય છે. માટે સાતમુ પગારપંચ આપવું જોઇએ, એજ રીતે આવક વધારવા 25 ટકા ઓક્ટ્રોય વધારો ગ્રાંટ કરવાની અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો