તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા બે વ્યક્તિએ વ્યક્ત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા બે વ્યક્તિએ વ્યક્ત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ 27 અને 28 માર્ચનાં રોજ સેન્સ લેશે

વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે કોંગ્રેસ ઉમેદવારની યાદી પહેલા તૈયાર કરી લેશે. ઉમેદવારની તૈયારી માટે સ્થાનિક કક્ષાએ કોર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય,પૂર્વ સાંસદ, જિ.પ.નાં પ્રમુખ, શહેર અને જિલ્લાનાં પ્રમુખનો કોરકમિટીમાં સમાવેશ થશે. કોર કમિટી વિધાન સભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારની સેન્સ લેશે. સોમવારનાં અમદાવાદમાં ચૂંટણી લડવા માંગતા આગેવાનોને બોલાવ્યા હતાં. બેઠકમાં જૂનાગઢથી વિપક્ષ નેતા સતિષ વિરડા,કાર્તિક ઠાકર, પાર્થ વિરડા, કાંતિ બોરડ, અશોક ભટ્ટ સહિતનાં હાજર રહ્યાં હતાં. અંગે કાર્તિક ઠાકરે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આગામી તા. 27 અને 28 માર્ચનાં સેન્સ લેવામાં આવશે. બે દિવસમાં રીપોર્ટ તૈયાર કરી પ્રદેશમાં મોકલવામાં આવશે.બાદ પ્રદેશ કક્ષાએ થી ફરી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારને બોલાવશે. તેમજ જેણે બુથ સમિતીની રચના કરી તે લોકો સેન્સમાં ભાગ લઇ શકેશે. આજે જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા પાર્થ વિરડા અને અશોક ભટ્ટે પ્રદેશ કક્ષાએ વ્યક્ત કરી હતી. કોંગ્રેસ યુવાનોએ વધુ ટીકીટ આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો