તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના ઝાંઝરડામાં ઉઠયા પાણીના પોકાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંત્રીનાં ઉદઘાટનનાં 3 માસ બાદ પણ પાણી મળતું નથી

પાણીની પાઇપ લાઇનના ઉદઘાટન માટે CMને બોલાવાશે?

જૂનાગઢમાંમંત્રીના હસ્તે ઉદઘાટન થયાના 3 માસ બાદ પણ પીવાનું પાણી મળતું હોય વોર્ડ નંબર 14 ની જનતામાં રોષ ભભૂકી ઉઠયો છે.આ મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાએ વોટર વર્કસ ઇજનેરને પત્ર પાઠવી સત્વરે પાણી વિતરણની બાકી રહેલી કામગીરી પૂરી કરી પાણી વિતરણ કરવા જણાવેલ છે. જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કેશુ ઓડેદરાએ જણાવ્યું છે કે 3 માસ પહેલા રાજયના કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરીયાના હસ્તે વોર્ડ નંબર 14 માં પાણીની પાઇપ લાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પાણી આપવા મામલે લોકોને આંબા આંબલી બતાવવામાં આવેલી. પરંતુ હકીકત છે કે હજુ સુધી નળ કનેકશનજ આપવામાં આવ્યા નથી.ત્યારે નળ કનેકશન તુરત આપે તો પાણી વિતરણ થઇ શકે તેમ હોય યુદ્ધના ધોરણે નળ કનેકશન આપી પાણી વિતરણ કરવું જોઇએ. પાણીની પાઇપ લાઇનના ઉદઘાટનમાં મંત્રીની રાહ જોવાઇ હોય તો પાણી વિતરણ માટે પણ શું મુખ્યમંત્રીની રાહ જોવાશે કે શું તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો