તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ઐતિહાસીક ઇમારતો પાસેના દબાણ મામલે તંત્રની લાલ આંખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસીક ઇમારતો પાસેના દબાણ મામલે તંત્રની લાલ આંખ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વેચ્છાએ દબાણ દૂર નહી થાય તો 2 દિવસ બાદ તંત્ર કરશે કામગીરી

ખાપરા કોડીયાની ગુફા પાસેના બે ગેરકાયદેસર મકાન દૂર થશે

જૂનાગઢમાંપુરાતત્વ વિભાગ હસ્તકની ખાપરા કોડીયાની ગુફા પાસેજ ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું ધ્યાને આવતા તંત્રએ બન્ને મકાન ધારકોને 2 દિવસમાં મકાન દૂર કરવા તાકીદ કરી છે. જો 2 દિવસમાં સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ દૂર નહિ થાયતો તંત્ર દબાણ દૂર કરશે.

જૂનાગઢમાં આવેલી ખાપરા કોડીયાની ગુફાની વર્ષભર અનેક પ્રવાસીઓ મુલાકાત લેય છે. પુરાતત્વ વિભાગ હસ્તકની ગુફા પાસેજ બે આસામીએ મકાન બનાવી દીધા છે. ગેરકાયદેસર બાંધકામને કારણે અનેક પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગેની જાણ થતાં જૂનાગઢ મહાનગર પાલીકાની દબાણ હટાવ શાખાના અધિકારી આશીષ વાણીયા અને સ્ટાફે જઇ સ્થળ તપાસ કરી હતી. જેમાં દબાણ થયાનું માલુમ પડતા બન્ને આસામીને દબાણ હટાવવા 2 દિવસને મહેતલ આપી છે. જો 2 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર નહી થાયતો ના છુટકે તંત્રએ કામગીરી કરવી પડશે.

અત્રે નોંધનીય છે કે, ઐતિહાસીક શહેર જૂનાગઢમાં સ્મારકોની આસપાસ દબાણ થતા હોય એજ વખતે તેને અટકાવવાની જવાબદારી મનપાની ફિક્સ થવી જોઇએ. જેથી કરીને મામલો લાંબે સુધી ખેંચાય.

અનેક ઐતિહાસીક ઇમારતો પાસે દબાણ

જૂનાગઢમાંપુરાતત્વ વિભાગ હસ્તકની અનેક ઐતિહાસીક ઇમારતો પાસે દબાણ થયા છે. તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી કરવી જોઇએ. માથાભારે તત્વો આવી ઇમારતો પાસેજ પડયા પાથર્યા રહે છે અને ત્યાંથીજ અનેક ગેરકાયદેસરની પ્રવૃતી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો