તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નના 4 માસ પછી પતિ નહીં ગમતા યુવતીએ ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનીબજારની યુવતીને ભાઈ અને પિતાએ બચાવી લીધી

સોનીબજારમાંપિયરમાં રોકાવા આવેલી પરિણીતાએ રવિવારે રાતે રૂમમાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સદનસીબે ભાઇ અને પિતાને જાણ થઇ જતાં દરવાજો તોડીને તેની નીચે ઉતારી લેતા જીવ બચી ગયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

વિગત એવી છે કે, સોનીબજારમાં માંડવી ચોક નજીક રત્ના શેઠની શેરીમાં રહેતી હર્ષા (ઉ.વ.22) ના લગ્ન 4 મહિના પહેલાં જૂનાગઢમાં માલીવાડ રોડ પર રહેતા કિશન આશરા સાથે થયા હતા. હર્ષાએ પિતા બિપીનભાઇ પડિયાને ફોન કરીને તેડી જવાનું કહેતાં તેને શુક્રવારે માવતરને ત્યાં લવાઇ હતી. રવિવારે રાતે હર્ષાએ રૂમ બંધ કરીને પંખાના હૂક સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. સમયે ભાઇ તુષારે દરવાજો ખખડાવવા છતાં કોઇ પ્રત્યુત્તર નહીં મળતા પિતાને બોલાવીને દરવાજો તોડી નાખ્યો હતો, ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહેલી હર્ષાને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

પોલીસની તપાસમાં હર્ષા લગ્ન પછી પતિ ગમતો નથી, છૂટાછેડા લઇ લેવા છે તેવું રટણ કરતી હતી. કારણોસર તેણે આવું પગલું ભરી લીધાનું તારણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો