• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગેંડા અગર રોડ પર થતા કોમ્યુનિટી હોલના બાંધકામની જમીન કોની છે ?

ગેંડા અગર રોડ પર થતા કોમ્યુનિટી હોલના બાંધકામની જમીન કોની છે ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગેંડા અગર રોડ પર આશરે 1.5 કરોડના ખર્ચે ડો. ભીમરાવ આંબેડકર નામે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યો છે.જોકે આ બાંધકામને લઇને વિવાદ થાય તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. મનપા દ્વારા જયાં બાંધકામ થઇ રહ્યું છે તે જમીન કોની છે તેની ખુદ મનપાને જ ખબર નથી. આ મામલે કોઇએ અરજી કરતા સફાળા જાગેલા મનપા તંત્રએ સિટી સર્વે કચેરીમાં પત્ર લખી માહિતી માંગી હતી. જોકે ત્યાંથી આ જગ્યાનો સર્વે નંબર જ ન હોવાનું જણાવાયું છે.ત્યારે હવે આ જમીનની માલિકી કોની છે ω તેવો સવાલ ઉભો થવા પામ્યો છે. આ મામલે મનપાએ હવે જિલ્લા કલેકટરને પત્ર પાઠવી તેમની જમીન શાખા કચેરી દ્વારા જમીનના સીટી સર્વે નંબર તથા માલિકી અંગેની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો આ જમીનની માલિકી મનપાની નીકળે તો કોઇ સમસ્યા નહિ રહે પરંતુ જો માલિકી કોઇ અન્યની નીકળશે તો શું થશે ω બાંધકામ નિયમ વિરૂદ્ધનું કે ગેરકાયદેસર થયેલું ગણાશે ω તેવા સવાલ મનપામાં પણ ચર્ચાઇ રહ્યા છે. કોર્પોરેશન જે ગેરકાયદેસર બાંધકામ હોય તેને 260 (1) અને 260(2) નોટીસ આપે છે અને તોડી પાડે છે. જો આ કિસ્સામાં નિયમ વિરૂદ્ધ કે ગેરકાયદેસર બાંધકામ થયેલું સાબિત થશે તો મનપા શું પગલા લેશે તે જોવાનું રહ્યું ?

અન્ય સમાચારો પણ છે...