• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આઉટ સોર્સીગના ઓઠા તળે વર્ષે કરોડોની કટકી કરાય છે : કોંગ્રેસ

આઉટ સોર્સીગના ઓઠા તળે વર્ષે કરોડોની કટકી કરાય છે : કોંગ્રેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં આઉટ સોર્સિંગના ઓઠા તળે વર્ષે દહાડે કરોડો રૂપિયાની કટકી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ અંગે જૂનાગઢ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતીના કાન્તીભાઇ બોરડે જણાવ્યું છે કે યુવાનોને રોજગારી આપવાના વચનો આપનારી સરકારે યુવાનોની ઘોર ખોદી નાંખી છે. ફિકસ પગાર, કરાર આધારિત અને હવે આઉટ સોર્સિંગના નામે થતી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. મુળ આ મળતીયાઓના ખિસ્સા ભરવાની સિસ્ટમ છે. વર્ગ -4માં દાખલ કરેલી આઉટ સોર્સિંગની સિસ્ટમ હવે વર્ગ - 3 સુધી પહોંચી છે અને વર્ગ - 2માં પણ અમલવારી કરવાનું વિચારાઇ રહ્યું છે.રાજ્યની અનેક સરકારી કચેરીઓમાં જગ્યા ખાલી છે જેમાં બેરોજગારોની સીધી ભરતી કરવામાં આવતી નથી અને આઉટ સોર્સિંગથી ભરતી કરવા એજન્સીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવે છે જેથી મળતીયાઓને ધી કેળાં થઇ રહ્યા છે. એક અંદાજ મુજબ રાજયમાં 7 લાખ યુવાનોનું આઉટ સોર્સિંગ થકી શોષણ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...