• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ પોલીસને મળેલું 8 વર્ષનું બાળક પરિવારને પરત કર્યુ

જૂનાગઢ પોલીસને મળેલું 8 વર્ષનું બાળક પરિવારને પરત કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ|જૂનાગઢનાં ગીરનારમાં રાજપીપળાનો પરિવાર ફરવા આવ્યો હતો. એ સમય દરમિયાન આઠ વર્ષીય બાળક ધૃવેશ વસાવા પરિવારથી વિખુટું પડી ગયું હતું. ધૃવેશને ફરવા આવેલ બીજા પરિવાર દ્વારા ગીરનાર પર્વત પર અંબાજી પોલીસ ચોકીમાં સોંપવામાં આવ્યો હતો. ફરજ પર હાજર પોલીસ સ્ટાફ સરમણભાઇ મેર, આર.વી.ચંદેરા, પ્રતિક દ્વારા 4 થી 5 કલાક સાચવી ખુબ જ મહેનત કરી તેમનાં પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારને પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસની આ કામગીરી બદલ ધૃવેશનાં પરિવારે કામગીરીની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...