• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 19 જાન્યુઆરી 2018નાં જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને 130 વર્ષ થશે

19 જાન્યુઆરી 2018નાં જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને 130 વર્ષ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢની રેલ્વે લાઇન સવા સો વર્ષ વટાવી ગઇ છે ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે જૂનાગઢમાં રેલ્વે લાઇન બાંધવાની યોજનાનો સૌ પ્રથમ વિચાર નવાબ મહાબતખાનજી બીજાનાં રાજ્યકાળ દરમિયાન ઇસ.1867માં આવ્યો હતો. રેલ્વે લાઇનની પાયાવિધી મુંબઇનાં ગવર્નર લોર્ડ રે નાં હસ્તે 11 ડિસેમ્બર 1886નાં કરવામાં આવી હતી. જૂનાગઢમાં પ્રથમ ટ્રેન 19 જાન્યુઆરી 1888માં ગુરૂવારનાં રોજ જૂનાગઢ રેલ્વે સ્ટેશન પાસે ઉભી રહી હતી. અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. 19 જાન્યુઆરી 2018નાં જૂનાગઢમાં આવેલી પ્રથમ ટ્રેનને 130 વર્ષ પૂર્ણ થશે.

હાલની સ્થિતી | જૂનાગઢ રેલ્વે સ્ટેશન હજુ પણ નવાબી કાળનું છે અહીં અનેક અસુવિધાઓ છે. સુરક્ષાની દ્રષ્ટીએ જોઇએ તો અહીં સીસીટીવી કેમેરા લાગ્યા નથી. નિયમ મુજબ કેન્ટીનમાં ખોરાક મળતો નથી.

જૂનાગઢ શહેરમાં રેલ્વે લાઇન બાંધવાનો વિચાર 1867માં આવ્યો હતો
કયાંથી જવાઇ | જૂનાગઢ રેલ્વે સ્ટેશન મજેવડી ગેઇટ અને બસ સ્ટેન્ડની વચ્ચે આવે છે. રાજકોટ તરફથી આવતી વખતે મજેવડી ગેઇટથી બે મિનીટનાં રસ્તે રેલ્વે સ્ટેશન છે અને બસ સ્ટેન્ડ તરફથી પાંચ મિનીટનો રસ્તે રેલ્વે સ્ટેશન આવે છે.

અન્ય સમાચારો પણ છે...