• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 10 વાગ્યે પ્રદેશમાંથી નામ આવશે, 12 વાગ્યે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

10 વાગ્યે પ્રદેશમાંથી નામ આવશે, 12 વાગ્યે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાં ચેરમેન-વાઇસ ચેરમેન અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંકનાં પ્રતિનિધી ડિરેક્ટરની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ મામલે ભાજપમાંજ બે જૂથો પડી ગયા છે.

જાણવા મળ્યા મુજબ, ગઇકાલ તા. 16 જાન્યુ.નાં રોજ સાંજે 5 વાગ્યે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે જેડીસીસી બેંકનાં 18 ડિરેક્ટરોને ભાજપ મોવડી મંડળે સાંભળવા બોલાવ્યા હતા. જ્યાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ દરેકને સાંભળ્યા હતા. સર્કીટ હાઉસ ખાતેજ આ ડિરેક્ટરોમાં વર્તમાન ચેરમેન જશાભાઇની વિરૂદ્ધમાં 11 અને તરફેણમાં 7 ડિરેક્ટરોનાં એમ બે જૂથ પડી ગયા હતા. જશાભાઇનો વિરોધ કરતા જૂથે ડોલરભાઇ કોટેચાનાં નામની ચેરમેન તરીકે તરફેણ કરી હતી. દરમ્યાન આવતીકાલે બપોરે 12 વાગ્યે જેડીસીસી બેંકનાં બોર્ડ રૂમમાં ડેપ્યુટી કલેક્ટર રાવલનાં અધ્યક્ષસ્થાને ચેરમેન, વાઇસ ચેરમેન અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેંકનાં પ્રતિનિધી ડિરેક્ટરની ચૂંટણી થનાર છે. જોકે, એ પહેલાં 10 વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનાં 18 ડિરેક્ટરો મળશે. જ્યાં પ્રદેશમાંથી ચેરમેનનું નામ સુચવવામાં આવશે. ચેરમેનપદ માટે ભાજપમાંજ બે જૂથો પડી જતાં હવે કોના નામ પર પ્રદેશ મંજૂરીની મહોર મારે છે એ જોવાનું રહ્યું. જોકે, અા ચૂંટણી રસાકસીભરી બની રહેશે એમાં બેમત નથી.

ગાંધીનગર સર્કીટ હાઉસમાં 18 ડિરેક્ટરોને ભાજપ સરકારનાં મંત્રીઓએ સાંભળ્યા
અન્ય સમાચારો પણ છે...