બગડુ ગામે ખરીદી સેન્ટર સીલ કરી દેવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ તાલુકાનાં બગડુની સરદાર ફળ અને શાકભાજી મંડળી દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે ત્યારે અહીંથી મગફળીનો જથ્થો ગોંડલનાં નાગડકા રોડ પર આવેલી વેજ ઇન્ડસ્ટ્રીઝ-4માં ભાળે રાખેલા ગોડાઉનમાં મોકલવામાં આવતો હતો. મંગળવારનાં તંત્ર દ્વારા અહીં તપાસ કરતા 35 કિલો મગફળીની બોરીમાંથી 8 થી 10 કિલો માટી નિકળી હતી. તંત્રની તપાસ બાદ વેપારીઓ અને ગુજકોટનાં અધિકારીઓની મિલીભગત સામે આવી હતી. આ ઘટના બાદ બગડુનું ખરીદી સેન્ટર સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ગુજકોટનાં બગડુનાં અધિકારી દિનેશ વાળાએ જણાવ્યુ હતું કે હું 12 તારીખથી રજા પર હતો 12 તારીખ પછી આ કારસ્તાન કરવામાં આવ્યું છે. હાલ ખરીદી બંધ કરી દેવામાં આવી છે. 12 તારીખ સુધીમાં 96632 બોરી પેક કરવામાં આવી છે. હાલ આ સેન્ટર સીલ કરી તપાસ કરવામાં આવી રહી છે.

ખેડૂતોને ભાવ મળતા નથી અને મળતિયા લાભ લઇ જાય છે ભારતીય કિશાન સંઘનાં પ્રમુખ મનસુખ પટોળિયાએ જણાવ્યુ હતું કે આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડુતોને ભાવ મળતા નથી અને મળતિયાઓ લાભ લઇ જાય છે.

વિસાવદરમાં ગેરરિતી પકડાઇ હતી |ગત વર્ષે વિસાવદર પંથકમાં પણ આ રીતે ગેરરિતી થઇ હતી ખેડુતોની જગ્યાએ વેપારીઓની મગફળી ખરીદવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી તેની તપાસ કરવામાં આવી નથી.

રાજકીય વગવાળાની મંડળીઓ ચાલે છે | મોટાભાગની મંડળીઓ રાજકીય વગ ધરાવતા લોકોની છે પરિણામે કૌભાંડ બહાર આવતુ નથી. થોડા સમય પહેલાં ખેડૂતોએ એક ગાડી રોકાવી હતી પરંતુ રાજકીય વગનાં કારણે મગફળી ભરેલી ગાડી છોડી દેવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...