• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઘંટીસીંગ જૂનાગઢથી બાઇક ચોરી શાપર અને ત્યાંથી લકઝરીમાં મહેસાણા પહોંચ્યો તો

ઘંટીસીંગ જૂનાગઢથી બાઇક ચોરી શાપર અને ત્યાંથી લકઝરીમાં મહેસાણા પહોંચ્યો તો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એલસીબીનાં હાથે ઝડપાયેલા 5 ચીલઝડપનાં આરોપી ઘંટીસીંગ નારસીંગ શીખ અને કરણ અશોક પરમારનો બી ડિવીઝન પોલીસે મકરસંક્રાંતિનાં દિવસે કબ્જો મેળવ્યો હતો. તેની પુછપરછ ચાલતી હતી એ વખતે ઘંટીસીંગ નાસી ગયો હતો. તેને મહેસાણા એલસીબીએ પકડી પાડ્યા બાદ બી ડિવીઝન પોલીસે તેનો ફરીથી કબ્જો મેળવ્યો હતો. અને આજે જૂનાગઢ લઇને આવી પહોંચ્યા હતા. તેની ફરીથી પુછપરછ કરતાં પોતે પોલીસ મારની બીકે નાસી ગયાની કેફિયત આપી હતી. બી ડિવીઝન પોલીસ મથકમાંથી નિકળી તે સીધો રેલ્વે સ્ટેશન ગયો હતો. જોકે, એ વખતે એકેય ટ્રેન ન હોવાથી તે ત્યાંથી જોષીપુરા વિસ્તારમાં પહોંચ્યો હતો. અને એક બાઇકની ચોરી કરી તેના પર રાજકોટનાં શાપર પહોંચી ત્યાં બાઇક રેઢી મૂકી દીધી હતી. અને ત્યાંથી એક લકઝરી બસમાં બેસી તે મહેસાણા પહોંચ્યો હતો. બી ડિવીઝન પોલીસે તેના સાથી કરણને જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો છે. જ્યારે ઘંટીસીંગની ચોરીના કેસમાં પુછપરછ બાકી હોઇ તેના બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...