• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મિતડીમાં પેશકદમી મુદે દલિત અને પટેલ મહિલાએ ફિનાઇલ ગટગટાવી

મિતડીમાં પેશકદમી મુદે દલિત અને પટેલ મહિલાએ ફિનાઇલ ગટગટાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

અમરેલી 27.8 25.0

પોરબંદર 29.0 26.0

પૂર્વાનુમાન | આકાશ વાદળછાયું

રહેવાની સંભાવના. અનેક સ્થળે વરસાદ પડવાની સંભાવનાં.

સૂર્યાસ્ત આજે

06.25 pm

સૂર્યોદય કાલે

06.32 am

ભાસ્કર ન્યૂઝ | જૂનાગઢ

માણાવદર તાલુકાનાં મિતડી ગામમાં પેશકદમી થઇ છે તેમજ નિયમ વિરૂદ્ઘ બાંધકામ કરવામાં આવ્યું છે. જેના વિરૂદ્ઘમાં જૂનાગઢનાં કાળવા ચોકમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. કાળવા ચોકમાં વિપુલભાઇ વાછાણી અને ચેતનભાઇ મિયાત્રા 15 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા ત્યારે તા.17 જાન્યુઆરીનાં કાર્યવાહી કરવાની માંગ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આજે 3:55 મિનીટે મિતડીનાં રેખાબેન વિજયભાઇ વાછાણી અને વિજયાબેન ગુણવંતભાઇ મિયાત્રાએ ઝેરી પદાર્થ ગટગટાવી લીધો હતો. જયારે ઘટના સ્થળે 108 હાજર હોય તાત્કાલીક સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ બંને મહિલાનાં પરિવારજનોએ માંગ કરી હતી કે તેમને કાળવા ચોકમાં સારવાર આપવામાં આવે અને 15 મિનીટ જેટલા સિવીલ હોસ્પિટલે રોકાયા બાદ ફરી રેખાબેન અને વિજયાબેનને કાળવા ચોકમાં છાવણીએ લાવવામાં આવ્યા હતા અને ડો.આંબેડકરની પ્રતિમા સામે રોડ ઉપર સુવડાવી દીધા હતા. 40 મિનીટ જેટલો સમય અહીં વિતાવ્યો હતો અને કલેકટર અથવા તેમનાં પ્રતિનિધિ આવે તેવી માંગ કરી હતી. 40 મિનીટ બાદ 108નાં ડોકટરે તેમનાં પ્લસ અને બીપી ચેક કર્યા હતા ત્યારે રેખાબેનનું બીપી 130 હતુ. જયારે વિજયાબેનનાં પ્લસ 97એ પહોંચી ગયા હતા. રેખાબેનનુ઼ બીપી હાઇ હોવાને કારણે તેમને તાત્કાલીક સારવારની જરૂર ઉભી થઇ હતી. અંતે સમજાવટ બાદ રેખાબેન અને વિજયાબેનને જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ફરી ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ દલિત સમાજનાં આગેવાનો કાળવા ચોકમાં બેસી ગયા હતા. બાદ મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો અને તેમની માંગણી સ્વીકારી હતી અને પેશકદમી દુર કરવા તેમજ પ્લોટની ફાળવણી કરવા ખાત્રી આપી હતી. જેના પગલે મામલો શાંત પડ્યો હતો.

સવારે કલેકટર કચેરીએ રજુઆત કરવા ગયા હતા
આંદોલનકારીઓએ જણાવ્યુ હતું કે સવારે કલેકટર કચેરીએ રજુઆત કરવા ગયા હતા પરંતુ કલેકટરે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેના કારણે આત્મવિલોપનનું પગલુ ભરવુ પડ્યુ હતું.

108ની બે ગાડી અને 1 ફાયરની ગાડી તૈનાત
કાળવા ચોકમાં આત્મવિલોપનનાં ચિમકીનાં પગલે પોલીસ સ્ટાફ ખડકાઇ ગયો હતો તેમજ 108ની બે ગાડી અને 1 ફાયરની ગાડી તૈનાત રહી હતી.

40 મિનીટ સુધી બંને મહિલાને કાળવા ચોકમાં રોડ પર સુવડાવી રાખ્યા

અન્ય સમાચારો પણ છે...