તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરાત્રીમાં બટેટા- શક્કરીયાનું ધુમ વેચાણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં શિવરાત્રીનાં પાવન દિવસે જૂનાગઢ વાસીઓએ બટેટા-શક્કરીયાને આટોપ્યા હતા. વર્ષમાં રામનવમી અને શિવરાત્રીના દિવસે શક્કરીયાનું વધુ વેંચાણ થતું હોય છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં શાકભાજીની દુકાનો અને લારીઓમાં વધુ વેંચાણ થયું હતું. અંદાજ મુજબ એક હજાર મણ શક્કરીયા-બટેટા વેંચાયા હતા. આરોગયની દ્રષ્ટિએ અા શાકભાજીનું ઘણું મહત્વ છે. શાકભાજીમાં ગુણ પ્રમાણે તેને વધુ ખવાયા છે. લોકોએ સુકીભાજી, શક્કરીયાને બાફીને ખાઇ શિવરાત્રી પર્વનો લ્હાવો લીધો હતો. બજારમાં સફેદ, લાલ પ્રકારનાં શક્કરીયામાં સારી ખરીદી હતી. રૂ.30ના કિલોના ભાવે તે વેંચાયા હતા. બાબતે વેપારી રમેશભાઇ કારીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી વધુ માત્રામાં ખરીદી થઇ હતી. અને તેની આવક પણ સારી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...