તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠના શિવાલયોમાં શિવભકિતની લહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રીનાંપાવન પર્વ નિમિતે સોરઠનાં દરેક શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હરહર મહાદેવનાં નાદથી ભકિતભર્યો માહોલ સર્જાયો હતો.

જૂનાગઢ: ભવનાથતીર્થક્ષેત્ર અને જૂનાગઢ શહેરનાં ભુતનાથ, બીલનાથ સહિતનાં મંદિરોમાં સવારથી ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતાં.

વંથલી: વંથલીમાંસીંધી સમાજ દ્વારા શંકર, પાર્વતી અને હનુમાનજીનાં પાત્રો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગંગનાથ મહાદેવે પુર્ણ થઇ હતી. હિન્દુ સમાજનાં લોકોએ મહાઆરતીનો લાભ લીધો હતો.

બાંટવા: બાંટવામાંભીમનાથ રોડ પર ગૃપ દ્વારા શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઇ હતી અને પ્રસાદ, બટુક ભોજન સહિતનાં કાર્યક્રમો યોજયાં હતાં.

કોડીનાર: કોડીનારમાંબંસીધર સોસાયટી શિવ મહિલા મંડળ દ્વારા 1008 શિવલીંગની સ્થાપના કરી હતી. જેના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો.

તાલાલા: તાલાલાનાંબ્રહ્મેશ્વર, ભુતનાથ, હિરણેશ્વર, રામેશ્વર સહિતનાં મંદિરોમાં સવારથી પુજા દર્શન માટે ભાવિકો ઉમટયા હતાં. પ્રાંચીમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રા યોજી શિવરાત્રીની ઉજવણી કરાઇ હતી.

દેલવાડા: દેલવાડાનાંરતનેશ્વર મહાદેવમાં બરફની મહાપુજા, સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.

વાંસોજ: વાંસોજમાંભુતનાથ મહાદેવમાં ઘીની મહાપુજા, આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં.

દીવ: દીવનાંગંગેશ્વર, સોમનાથ સહિત મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ રહી હતી.

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરાત્રી નિમિતે દીવ, ઘોઘલા, ગંગેશ્વર મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સોરઠભરમાં મહાશિવરાત્રી પર્વ નિમીતે શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યાં હતા તેમજ પુજા-અારતી, શોભાયાત્રા, બટુક ભોજન સહિતનાં ધાર્મીક કાર્યક્રમો આયોજીત થયા હતા.

દીવ

કોડીનાર

ભવનાથ

અન્ય સમાચારો પણ છે...