સમાજને વિકાસ તરફ લઇ જવા માટેના કરાશે પ્રયાસ
જિલ્લાના ગામડે ગામડે સમાજની વાડી બનાવવાનું આયોજન
ચિરોડામાં યોજાશે લેઉવા પટેલ સમાજનું જિલ્લાકક્ષાનું સંમેલન
મેંદરડાતાલુકાના ચિરોડા ગામે આગામી સમયમાં લેઉવા પટેલ સમાજનું જિલ્લા કક્ષાનું એક વિશાળ સંમેલન યોજવામાં આવનાર છે. અંગે વિસ્તૃત માહિતી આપતા સમુહ લગ્નના પ્રણેતા અને લેઉવા પટેલ સમાજના અગ્રણી હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે ચિરોડામાં વિરાટ જ્ઞાતિ સંમેલન યોજાશે ઉપરાંત આકાર લેનાર જ્ઞાતિ સમાજની અદ્યતન વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તકે સમાજને સંગઠીત, વિકસીત બનાવવા અને સમાજમાં સંસ્કાર અને શિક્ષણનો વ્યાપ વધારવા બાબતે ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેનાર સામાજીક, રાજકીય અને ઔદ્યોગિક આગેવાનો સાથે ચર્ચા કરી જિલ્લાના ગામડે ગામડે વાડી બનાવવા આયોજન કરાશે. જયારે સમાજમાં વ્યાપ્ત કુરિવાજો,દેખાદેખી, વ્યસન અને ફેશનને તિલાંજલી આપવા અભિયાન છેડાશે. કાર્યક્રમને સફળ બનાવવા હરસુખભાઇ વઘાસીયા, પ્રિતીબેન વઘાસીયા, ભીખુભાઇ કાછડીયા,મનસુખભાઇ રૂપારેલીયા, ભાવેશભાઇ કાછડીયા, શેલેષભાઇ સોજીત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.