ભારતીય મઝદૂર સંઘ જૂનાગઢ દ્વારા અપાયું આવેદન પત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડા પ્રધાન, મુખ્યમંત્રીને સંબોધીત આવેદન કલેકટરને અપાયું

કર્મીઓની વિવિધ 12 માંગણીનો ઉકેલ લાવો

ભારતીય મજદૂર સંઘ જૂનાગઢ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીને સંબોધીને અપાયેલા આવેદનમાં વિવિધ 12 જેટલી માંગણીઓ રજુ કરવામાં આવી છે અને જેનો સત્વરે ઉકેલ લાવવા માંગણી કરી હતી.

અંગે ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી સુરેશભાઇ ભટ્ટના જણાવ્યા અનુસાર તાજેતરમાં કાનપુર ખાતે ભારતીય મજદૂર સંઘનું ત્રિ વાર્ષિક સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાદમાં નક્કી કરાયા મુજબ સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર દેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનના ભાગરૂપે જૂનાગઢમાં પણ જિલ્લા કલેકટર ડો . રાહુલ ગુપ્તાને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને અપાયેલા આવેદનમાં કુલ 12 જેટલી માંગણીઓ રજુ કરવામાં આવી હતી. માંગણીઓ કર્મચારીઓ, કામદારોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી હતી. બાર માંગણીઓમાં તમામ બોર્ડ, નિગમોમાં 7 મું પગાર પંચ લાગુ કરવું, કોન્ટ્રાકટ અને ફિકસ વેતન પ્રથા બંધ કરવી, આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારીઓ ગણવા, આશાવર્કર બહેનોનો પગાર 15000 કરવો, રોજમદારોને પરમાર કમિટીના લાભો આપવા, એસટી જાહેર નિગમ હોય ડિઝલ સબસીડી આપવી અને ટોલટેક્ષમાંથી મુકિત આપવી,એસટી નિગમને છઠ્ઠા પગાર પંચ મુજબ એચઆરએ/ સીએલએનું ચુકવણું કરવું સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવેદન આપતી વેળા નવનીત શાહ, જનક દાણીધારીયા, ચંદુભાઇ ભિંભા, સુભાષ મહેતા, ભીખાભાઇ કયાડા, રૂપલબેન પાણખાણીયા, અશોક માળવી, વાલીબેન કટારીયા, શિલ્પાબેન ધુંધરવા, ભારતીબેન બગડા અને પ્રભાબેન દવે તેમજ ભારતીય મજદૂર સંધના અનેક પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...