• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ટ્રાન્સફોર્મરને નડતી વૃક્ષોની ડાળી કાપી રસ્તા પર કર્યો ઢગલો

ટ્રાન્સફોર્મરને નડતી વૃક્ષોની ડાળી કાપી રસ્તા પર કર્યો ઢગલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાકલેકટર કચેરીથી સ્વામિનારાયણ અક્ષર મંદિર સુધીના રસ્તામાં નાગદેવતા મંદિર પાસે વૃક્ષોની કપાયેલી ડાળીઓનો રસ્તા પર ઢગલો કરી દેવામાં આવતા અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડયું હતું.શહેરના મોતીબાગ તરફના ટ્રાફિકથી બચવા અનેક વાહન ચાલકો પોતાના વાહનો સ્વામિનારાયણ અક્ષર મંદિર તરફથી ચલાવતા હોય છે. જોકે શનિવારે સવારના સમયે રસ્તા પર નિકળનાર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એકતો રસ્તો સાંકડો એમાં રસ્તા પર કપાયેલી વૃક્ષોની ડાળીઓના ઢગલા થઇ જતા વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં નાકે દમ આવી ગયો હતો. અંગે એક વાહન ચાલક રમેશ પેથાણીના જણાવ્યા મુજબ નાગદેવતા મંદિર પાસે આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરને વૃક્ષની ડાળીઓ નડતી હોય ડાળીઓ કાપી રોડ પર ઢગલો કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...