જૂનાગઢમાં યોગ શિબીરનો 2000થી વધુ લોકોએ લીધો લાભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંબ્રહ્માકુમારી સંસ્થા આયોજીત ચાર દિવસીય સંગીતમય સંપૂર્ણ સ્વાસ્થ્ય શિબીરનું સમાપન થયું છે. ચાર દિવસ દરમિયાન 2000 થી વધુ લોકોએ શિબીરનો લાભ લઇ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી હતી.

શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં બ્રહ્માકુમારી સંસ્થાની સંગીતમય સંપૂર્ણ સ્વાસ્થ્ય શિબીર યોજાઇ હતી. જેમાં જોડાયેલા 2000થી વધુ શિબિરાર્થીઓને દિલ્હીથી આવેલા બ્રહ્માકુમાર સંજીવભાઇ અને શિનોરથી આવેલા ધરતીબેને સંગીતમય શૈલી સાથે વિવિધ કસરતો કરાવી અને યોગ, પ્રાણાયમ અને રાજયોગ મેડીટેશનની અનુભૂતિ કરાવી હતી. ચાર દિવસીય શિબીરનું સમાપન થયું છે. અનેક લોકોએ પોતાના અનુભવો વર્ણવતા કોઇક દિવ્ય અનુભૂતિ ચાર દિવસ દરમિયાન થઇ હોવાનું જણાવ્યું હતું. તકે સંસ્થાના મુખ્ય સંચાલીકા દમયંતી દીદી અને બીના દીદીએ શિબિરાથીઓનો આભાર પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...