તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ કોર્ટે માંગરોળનાં 5ની જામીન અરજી ફગાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળમાંવિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ખેતીની જમીનમાં ખોટા,દસ્તાવેજો કરવા બદલ બે મહિલા સહિત પાંચ વિરુધ્ધ, ફરીયાદ નોંધાયા બાદ પોલીસે એકની ધરપકડ કરી હતી. જયારે ગુન્હામાં ચાર આરોપીઓએ જૂનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટમાં કરવી આગોતરા જામીન અરજી કોર્ટ નામંજુર કરી છે.

મુળ માંગરોળના અને હાલ મુંબઇ રહેતા ઇબ્રાહિમ આહમદભાઇ તાજાએ શહેરનાં શિફા રોડ પર સર્વેનં 1530/1/1માં આવેલી પોતાની માલિકીની જમીન અંગે ઇબ્રાહીમ હુસેન પોપટ, ઇકબાલ આમદ પડાયા, રાબીયાબેન, અબાભાઇ મન્સુર, હમીદાબેન આલીભાઇ ધમેરીયા તથા મહંમદ ઇસ્માઇલ ભિશ્તી (રહે. મીઠીવાવ) એકબીજાની મદદગારી કરી, ઇરાદાપુર્વક ખોટી ચતુર્સીમા,ખોટો ફોટોગ્રાફ દર્શાવી વેંચાણ દસ્તાવેન બનાવી બોગસ દસ્તાવેજ સાચુ હોય તે રીતે મામલતદાર કચેરીની ઇ-ધરા શાખામાં નામફેર માટે રજુ કરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી કલમ 406, 420,465, 467, 468, 471, 120(બી) હેઠળ ગુન્હો દાખલ કરી ઇબ્રાહીમ પોપટની ધરપકડ કરી હતી.

જયારે અન્ય ચારે પોલીસની ધરપકડથી બચવા ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બંને વકીલોની દલીલો, પોલીસ પેપર, પોલીસે ફાઇલ કરેલ એફીડેવીટ સહિતની બાબતોને ધ્યાને લઇ ફરીયાદીની ખેતીની જમીન વેચી દેવાનાં છેતરપીંડીનાં ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તેમજ અરજદારોને જામીનપર છોડવામાં આવે તો ફરીયાદી અને સાહેદોને ધાકધમકછ આપે તેવી સરકારી વકીલે દહેશત વ્યકત કરતા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ધીરજ ટી.સોનીએ આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો