તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વંથલી પાસે મહિલાઓએ કર્યો હાઇવે બ્લોક, તોફાનીઓએ 10 બસોના કાચ ફોડી નાંખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી પાસે મહિલાઓએ કર્યો હાઇવે બ્લોક, તોફાનીઓએ 10 બસોના કાચ ફોડી નાંખ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીમાંઆજે સવારે 1 હજારથી વધુ લોકોની રેલી નિકળી હતી. જે આઝાદ ચોક થી ત્રિકોણ ચોકડી સુધી ગઇ હતી. બાદમાં બહેનોએ જૂનાગઢ-પોરબંદર, જૂનાગઢ-સોમનાથ અને જૂનાગઢ-વંથલી હાઇવે દોઢ થી બે કલાક માટે બ્લોક કરી દીધો હતો. જેને પગલે રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. અને વાહનોની કતારો લાગી હતી. ટોળાંએ હાઇવે પર ટાયરો સળગાવ્યા હતા.

બાદમાં પોલીસે આગેવાનોની અટક કરી હતી. આગેવાનોએ લોકોને શાંતિથી ઘેર જતા રહેવા અપીલ કરી હતી. જોકે, 50 તોફાનીઓ દ્વારા વંથલી એસટી ડેપોમાં પડેલી 20 થી વધુ બસો પૈકી 10 બસોનાં કાચ ફોડ્યા હતા. એક ડ્રાઇવર તેમને રોકવા જતાં તેને માર માર્યો હતો. આથી તેને ઇજા થઇ હતી. પરિણામે એસટીનાં વિભાગીય નિયામક વંથલી દોડી ગયા હતા. અને સારવાર માટે ડ્રાઇવરને જૂનાગઢ લવાયો હતો.

વંથલીમાં ચક્કાજામ, બસમાં તોડફોડ. તસવીર- હાર્દિક કારીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો