Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રા. શિક્ષકોની શરાફી બેઠક
જૂનાગઢતાલુકાના પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળની સાધારણ સભા યોજાઇ હતી. શરાફી મંડળ શિક્ષકોના આર્થિક પ્રસંગના હિતમાં કાર્ય કરે છે. સરકારમાંથી મળતી સુવિધાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપી તેમજ શિક્ષકો અને તેમના પરિવારના સભ્યોની બિમારી સબબ હોસ્પીટલની સુવિધા દવાના બીલોમાં આર્થિક ફાયદો થાય તેવી અનેક યોજનાઓ મંડળી દ્રારા કરવામાં અાવે છે. સાધારણ સભામાં ગુજરાત રાજ્ય શિક્ષક સંધના મંત્રી જૂનાગઢ શિક્ષક સંઘના મહામંત્રી જયંતિભાઇ શીલુ, તાલુકા સંઘના પ્રમુખ રાજુભાઇ જાેષી, દિનેશભાઇ ગૌસ્વામી, ઇરફાનભાઇ, શૈલેષભાઇ દવે, અતુલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યકમનું સંચાલન હિતેષભાઇ મહેતાએ કર્યુ હતું.
બેઠક દરમ્યાન સરકારી સુવિધા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ઇમરજન્સી સમયે હોસ્પિટલની સુવિધા, દવાનાં બીલ વગેરે આર્થિક રીતે ફાયદા મળવા પાત્ર છે તેમજ આવનારા દિવસોમાં મંડળીનાં સભ્યોનાં સંતાનોનાં અભ્યાસ ક્ષેત્રમાં સિધ્ધી મળવે તેમને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.