તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 સિલાઇ મશીનનું વિતરણ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને સત્યમ યુવક મંડળ દ્વારા સિલાઇ મશીન વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહલગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાનાં અધ્યક્ષતામાં આગામી તા.24નાં બપોરે 3 થી 6, લેઉવા પટેલ વાડી નં.2 વડાલ ખાતે સિલાઇ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાશે. માત્ર લેઉવા પટેલ સમાજ નહિં પરંતુ તમામ જ્ઞાતિની બહેનોને પગભર બનાવીને તેમના પરિવાર અને સમાજને ઉતકર્ષ બનાવવા 30 જરૂરિયાતમંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં 2 ટ્રાઇસિકલ અને એક રેંકડીનું વિતરણ પણ કરવામાં આવશે. તકે મેયર જીતુભાઇ હિરપરા, ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણી, લેઉવાપટેલ મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતીબેન વઘાસિયા, સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઇ વાજા, રમણીકભાઇ હિરપરા, અમુદાન ગઢવી, ચુનીભાઇ લોઢીયા, કિરીટભાઇ પટેલ, નાનજીભાઇ વેકરીયા, જશુબેન કોરાટ, જ્યોતિબેન વાછાણી સહિત વડાલ ગામનાં મહિલા મંડળનાં સભ્યો, યુવા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો