Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 4 યુવાને ઝેરી દવા પીધી
જુનાગઢના4 યુવાને ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર અપાઇ હતી.જેમાંથી-બે યુવાને હોસ્પીટલમાં દવા પીધી હતી.જોકે ઘટનામાં ઉનાની ઘટના સાથે કોઇ લેવા દેવા હોવાનુ જણાવ્યુ હતુ. બનાવ અંગે પોલીસે ડીઅો દાખલ કરી તપાસ હાથ ધરી છે
બનાવની મળતી વિગત જૂનાગઢના પ્રદીપ સિનેમા પાસે રહેતા વિજય કાનજી સોલંકી અને કરશન ગોવીંદ રાઠોડે ઝેરી દવા પી લેતા સીવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા.દરમિયાન હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતા. તે દરમિયાન હોસ્પીટલ કંમ્પાઉન્ડમાં સાગર સુરેશ સોલંકી અને રૂષિરાજ રસ્મીકાંંત ઠાકોર નામના બે યુવાનોએ દવા પી લેતા પ્રાથમિક સારવાર આપી હતી. જોકે બાદમાં બે યુવાનને ખાનગી હોસ્પીટલ ખસેડાયા હતા. જોકે ઘટનાને ઉનાની ઘટના સાથે કોઇ લેવા દેવા હોવાનુ જાણવા મળ્યુ હતુ.આ અંગે પોલીસે ડીઅો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
જોકે, અંગે પોલીસે ડીઓ દાખલ કર્યો છે અને દવા પીવાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. ગઇકાલની ઘટનાને લઇ સમાજનાં ટોળા હોસ્પિટલમાં એકઠા થઇ ગયા હતા.