તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAP નેતા કલસરિયાએ દલિતોની નાડ પારખી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય આખામાં દલિત સમાજ રસ્તા પર


ઉનાનાસામઢિયાળી ઘટનામાં દલિતો પર અત્યાચારના મુદ્દે દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધને પગલે બુધવારે સમગ્ર રાજ્યમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદારોના આંદોલન સમયે પ્રતિકાત્મક પગલાંને પરિણામે પોલીસે નાલેશી ભોગવવી પડી હતી. આથી, બુધવારે દલિત સમાજના વિરોધના સમયે પોલિસ કોઈ કાર્યવાહી કરવાને બદલે મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી હતી.

સમગ્ર રાજ્યમાં આજે અજંપાભરી શાંતિ જોવા મળી હતી. બુધવારે દલિત સમાજની મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી અને ઠેરઠેર રસ્તા પર બેસી જઈને તેમણે ચક્કાજામ કર્યો હતો. પોરબંદર-જૂનાગઢ, વંથલી-જૂનાગઢ અને જૂનાગઢ-સોમનાથ હાઇવે, રાજકોટથી મોરબી, ગોંડલ, જામનગર,જેતપુર તરફ જતા માર્ગો, ભાવનગર શહેર અને જિલ્લામાં મુખ્ય માર્ગો પર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો, મોડાસાના માલપુર રોડ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ શહેરના મુખ્ય ચાર, પાલનપુર-ડીસા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આક્રોષિત દલિતોએ રસ્તાઓ ઉપર અવરોધો મૂકીને અનેક જગ્યાએ કલાકથી બે કલાક સુધી રસ્તો બાનમાં લીધો હતો.

સૌરાષ્ટ્રમાં દલિત આંદોલનને પગલે એસ.ટી. વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. સાવચેતીના પગલા રૂપે રાજકોટ ડેપોની 55, જૂનાગઢ ડેપોની 500 તેમજ અમરેલી ડેપોની 200 મળી કુલ 755 બસના રૂટ ગત રાત્રિથી રદ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતથી અમદાવાદ તરફ આવતી બસો પણ બંધ કરી દેવાઈ હતી.

સિક્કાના પથ્થરમારામાં ઘાયલ થયેલા પોલીસજવાનોને સારવાર આપવામાં આવી રહી છે.

દલિત યુવા સંગઠનના સભ્યો આંબેડકરની પ્રતિમા પાસે બેસી ધરણા કરી રહ્યા હતા. દરમ્યાન દલિત યુવાનોએ કહ્યું હતું કે, બંધ રહેલા ગામમાં કેટલીક દુકાનો ખુલી છે. પરિણામે દલિત યુવાનો આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. વખતે ઉનાનાં સામતેરનાં દલિત આધેડ રાજાભાઇ પુંજાભાઇ પરમાર જય ભીમનો નારો લગાવી બાબા આંબેડકરની પ્રતિમા પર ચઢી ગયા હતા અને એસિડ પી લીધું હતું.

દુકાનો ખૂલી જતાં આધેડે એસિડ પીધું

જૂનાગઢ | અરવિંદકેજરીવાલ આજે ઉનાની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલાં આપના નેતા ડો. કનુ કલસરિયા વિરોધ દરમિયાન ઝેર પીનારા દલિતોને મળવા પહોંચ્યા હતા અને તેના હાલચાલ જાણ્યા હતા.

સિક્કા પાસે પોલીસ પર પથ્થરમારો, પી.એસ.આઇ. સહિત ત્રણને ઇજા

પકડાયેલા આરોપી

ઊના | મુખ્યમંત્રીઆનંદીબેન પટેલે પીડિત પરિવારને ઘેર પહોંચ્યા હતા. વિગતો જાણી અાનંદીબેને દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે તેમણે અત્યાચાર કરનારાઓને કડક સજા થાય અને ત્વરિત ન્યાય મળે માટે સરકારે તમામ પગલાં લીધા હોવાની સાથે હજુ પણ કડક કાર્યવાહી થશે એવી ધરપત આપી હતી.

મુખ્યમંત્રીએ પીડિત પરિવાર સાથે દોઢ કલાક ગાળ્યો, સ્થિતિ જાણવા ફરી આવવા બાંયધરી આપી

1 રમેશ ભગવાનભાઈ જાદવ

2 રાકેશ રસિકભાઈ જોશી

3 નાગજી ડાહ્યાભાઈ વાણિયા

4 પ્રમોદગિરી રમેશગિરી ગોસ્વામી

5 બળવંતગિરી ગોસ્વામી

6 નિલેશ માનભાઈ ગોહિલ

7 સતિષ નરોત્તમભાઈ પરમાર

8 મહંમદસફી મુસ્તાકભાઈ નાયા

9 ભરત ઝાલમભાઈ ગોહિલ

10 જયદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ

11 ખાટુ હમીરભાઈ ગોહિલ

12 સુમિતભાઈ મેરુભાઈ ગોહિલ

13 પ્રતાપભાઈ ગોહિલ

14 વિક્રમસિંહ માલાભા ગોહિલ

15 અજિતસિંહ કરણસિંહ ગોહિલ

16 દીપક વિઠ્ઠલભાઈ શિયાળ

ઊનાનાં સમઢિયાળાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત, તમામ જિલ્લામાં આવેદન અપાયાં

ઝેર પીનારા દલિતો સાથે મુલાકાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો