• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વિચરતી, વિમુક્તિ જાતિના લોકોને શિક્ષણ,રોજગાર,વસવાટ આપો

વિચરતી, વિમુક્તિ જાતિના લોકોને શિક્ષણ,રોજગાર,વસવાટ આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુંવાળીયા કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢમાંઆજે વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને શિક્ષણ,યુવાનોને નોકરી કે પછી સ્વરોજગારી માટે લોન તેમજ વસવાટ અંગેની સુવિધાઓ મુદ્દે આજે ચુવાળિયા કોળી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જૂનાગઢ સહિત ગુજરાતમાં વસતા વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ,પછાત,નિરક્ષર લોકોને સમાજના મુખ્યપ્રવાહમાં ભેળવવા શિક્ષણ આપવું જરૂરી છે. ખાનગી સંસ્થાઓમાં ફી એટલી હદે વધી છે કે ગરીબ પરિવાર તેના સંતાને આગળ ભણાવી શકતા નથી. તેથી તેઓ યોગ્ય નોકરી કે વ્યવસાય કરી શકતા તો શિક્ષિત યુવાનો પણ બેરોજગારીના કારણેે નોકરીઓ માટે ભટકી રહ્યા છે.અને ખાનગી સંસ્થાઓમાં નજીવા પગારે છુટકે જે કામ મળે તે કરવું પડે છે. ઉપરાંતની અનેક સમસ્યાઓ વિચરતી વિમક્તિ જાતિના લોકોને પડી રહી છે. રહેવા માલીકીનું ઘર હોવાથી જ્યાં જગ્યા મળે ત્યાં ઝૂંપડું વાળીને રહેતા હોય છે. જે તંત્ર તોડી પાડતુ હોય છે. ઉપરાંત અન્ય સમસ્યાઓને લઇ આજે વિચરતી વિમક્તિ જાતી વતી બટુક મકવાણા,જિસાન હોલેપાત્રા,સહિતના અાગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ સંતોષવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...