• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મંગલધામની અલ્ટ્રા સ્કુલ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી

મંગલધામની અલ્ટ્રા સ્કુલ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગલધામની અલ્ટ્રા સ્કુલ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી

જૂનાગઢના મંગલધામ 1 માં આવેલ અલ્ટ્રા પ્રાયમરી સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. સિંહના માસ્ક પહેરી મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા છાત્રોએ સિંહ સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. આચાર્યા હર્ષિદાબેન માઢકે સિંહ વિષે લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરી હતી. જયારે દિલીપભાઇ જોષી, દિપેશભાઇ જોષીએ સિંહના જીવન અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. રેલીને સફળ બનાવવા અશ્વિનભાઇ રાવલે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...