એલસીબી, બી ડિવિઝન પોલીસનો સપાટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પોલીસે રેઇડ કરી રંગમાં ભંગ પાડ્યો

જૂનાગઢમાંથી 20 જુગારી ઝબ્બે, રૂ. 3.17 લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢનાવાડલા ગામે મનીષ જેરામ ભુવા તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ રાઠોડ,પીએસઅાઇ મકવાણા,તથા સ્ટાફનાશબીરખાન,એસ.એમ દેવરે,રોહિત ધાંધલ,પ્રતીક ઠાકર, સાજીદખાન,મજીદખાને વગેરેએ દરોડો પાડી મનિષ જેરામ ભુવા,અરવિંદ કાળા ખાંભલા,લાખા સાંગા હુણ,કાન્તિ માવજી પરમાર,નવનીત કાન્તિ મારડીયા,નિતીન લક્ષ્મીદાસ વડારીયા,કૈલાશ હસમુખ ધામેચા,કિશન ખીમજી વડાલીયા,વ્રજલાલ લવજીભાઇ વેગડ સહિતનાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ.81,050,9 મોબાઇલ,અને 5 બાઇક મળી રૂ.2.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અન્ય એક બનાવમાં બી ડિવિઝન પોલીસે સહજાનંદ સોસાયટીમાં એક નિલેશ કાછડીયાના મકાનમાં રેઇડ પાડી નિલેશ મોહન કાછડીયા,વિન્ વલ્લભ માકડીયા,પ્રવિણ વાલજી હીંશુ,અને દિલીપ કાન્તિ જોષીને ઝડપી લીધા હતા અને 79,800 રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત નીચલા દાતાર વિસ્તારમાંથી 7 શખ્સને ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...