• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વકીલ સહિતના શખ્સોનું વધુ એક કારસ્તાન ખુલ્લું થયું

વકીલ સહિતના શખ્સોનું વધુ એક કારસ્તાન ખુલ્લું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8.60 કરોડની છેતપીંડીમાં વધુ ફરિયાદ : દસ્તાવેજમાંથી ચેકથી ચુકવણીનું પાનું ફાડી નાખ્યું

દસ્તાવેજમાં છેડછાડ કરી જમીન પચાવી પાડી

સપ્તાહપૂર્વે જૂનાગઢના એક પિતા પુત્રની મધુરમ વિસ્તારમાં આવેલી રૂ 8.60 કરોડની જમીન 6 શખ્સોએ પચાવી પાડ્યાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઘટનામાં હજું શખ્સ ઝડપાય તે પહેલા શખ્સોનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. રાજકોટમાં રહેતા રાજસ્થાનના ભરતભાઇ છગનસિંહ રાજપુરોહીતની સ્વામી વિવેકાનંદ સોસાયટી ગાંધીગ્રામમાં આવેલી જમીનને કનુભાઇ કનકરાય પંડ્યા,મનોજ ભીખા રાઠોડ,એડવોકેટ મિતેષ મેઘનાથી સહિતના અન્ય શખ્સોએ પચાવી પાડી હતી.

શખ્સોએ જમીનના બદલામાં અલગ અલગ રકમના ચેક આપ્યા હતા. પણ દસ્તાવેજમાં ચેકનું પાનું ફાડી નાખી તેના સ્થાને રોકડાનું પાનું ઉમેરી ભરતભાઇની ખોટી સહી કરી જમીન પચાવી છેતરપીંડી કરી હતી. અંગે ભરતભાઇઅે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અંગે વધુ તપાસ એલસીબી પીઆઇ આર.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે.

કેવી રીતે થાય છે છેતરપીંડી ?

અાશખ્સો જમીન વેચનારને તમામ રૂપિયા ચેકથી ખરીદી કરવાનું કહી વિશ્વાસમાં લે છે. બાદમાં જે વખતે દસ્તાવેજ તૈયાર થાય ત્યારે જે તે રકમના અલગ અલગ બેન્કના જે માલીકી ટ્રાન્સફર થઇ જાય તે તારીખના ચેક આપે છે. દસ્તાવેજ માં ચેક ચુકવણીનું પેજ જોડીને રાખે છે.બાદમાં દસ્તાવેજી કામગીરી દરમ્યાન ચેકનું પેજ ફાડી નાખી રોકડથી જમીનની ચુકવણી કર્યાનું પેજ લગાવી તેમા નકલી સહી કરી રજીસ્ટ્રર કરાવે છે.જ્યારે મુળ માલીક ચેક બેન્કમાં વટાવે છે ત્યારે ખાતામાં પુરતી રકમના અભાવે ચેક રીટર્ન થાય છે. બીજી તરફ દસ્તાવેજ તૈયાર થઇ ગયા હોવાથી તેમાં પણ સુધારો થઇ શકતો નથી. જૂનાગઢ િજલ્લામાં પહેલા પણ અનેક વખત જમીન પચાવી પાડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક ઘટના બનતાં ભારે ચર્ચા જાગી છે. તેમજ ભૂ માફીયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...