જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લુનો અજગર ભરડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએમ વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્થિતીની સમીક્ષા કરી

સ્વાઇન ફ્લુએ એક વર્ષમાં 11નો ભોગ લીધો, 49 કેસો પોઝીટીવ

જૂનાગઢજિલ્લામાં સ્વાઇન ફ્લૂના દૈત્યએ અજગર ભરડો લીધો છે. એક વર્ષમાં રોગે 11 લોકોનો ભોગ લીધો છે જયારે હાલમાં 49 જેટલા કેસો પોઝીટીવ હોય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દરમિયાન રાજયના સીએમ વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતીની સમિક્ષા કરી છે.

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે શનિવારે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાની સ્વાઇન ફ્લૂની સ્થિતીની સમિક્ષા કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને રોગચાળો વધુ વકરે અને જલ્દી કાબુમાં આવી જાય તેવા પ્રયાસો કરવા તાકીદ કરી હતી. હાલમાં વરસાદી અને સતત વાદળ છાંયા વાતાવરણના કારણે રોગચાળો ફેલાવતા જંતુનું પ્રમાણ વધી જવા પામ્યું છે.

ત્યારે લોકોને પણ સાવચેતી રાખવા અને જરૂર પડયે તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું હતું.

બેઠકમાં જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, કમિશ્નર વી.જે.રાજપુત, જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી. સ્વાઇફલ્ુના કહેરને લીધે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. લોકોમાં પણ સ્વાઇનફલુને લઇને જાગૃતિ માટેના પગલા લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...