• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અંદાજીત 1 કરોડના ખર્ચે બનેલા મનપાના રોડનું આયુષ્ય1 જ માસ

અંદાજીત 1 કરોડના ખર્ચે બનેલા મનપાના રોડનું આયુષ્ય1 જ માસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અનેક રોડ માત્ર પ્રથમ વરસાદમાં જ પોતાનું અસ્તિત્વ ગૂમાવી રહ્યા છે. રાજમાર્ગો હોય કે શેરી, ગલીમાં બનાવેલા રસ્તા હોય તમામ રોડ બિસ્માર બની ગયા છે. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ વંથલી રોડ પરની આકાશગંગા સોસાયટીમાં બનેલા રોડમાં માત્ર 1 મહિનામાં જ ગાબડા પડી ગયા હતા. હવે આવી જ સ્થિતી આકાશગંગા સોસાયટી પાસેની શેરીની બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહિંયા આશરે એકાદ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે માત્ર પ્રથમ વરસાદમાં અને 1 મહિનાના સમયગાળામાં જ આ રોડમાં મસમોટા ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે. ત્યારે આ મામલે જવાબદાર તંત્ર સત્વરે કાર્યવાહી કરે અને રોડને નિયમાનુસાર ન બનાવે ત્યાં સુધી કોન્ટ્રાકટરને નાણાંની ચૂકવણી ન કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...