• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નર્મદાનું મહત્વ સમજાવી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડાશે

નર્મદાનું મહત્વ સમજાવી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 થી 15 સપ્ટે. વિવિધ વોર્ડમાં રથનું સ્વાગત, માં નર્મદાની ઉતારાશે આરતી

જૂનાગઢમાં આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે નર્મદા રથનું થશે પ્રસ્થાન

ગુજરાતસરકાર દ્વારા માં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીમાં માં નર્મદાનો રથ ગુજરાતના અનેક ગામોમાં ફરશે. જૂનાગઢમાં રથનું જિલ્લા વહિવટી તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવશે. જેમાં 6 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે ક્રૃષિ યુનિ. ખાતેથી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે રથનું પ્રસ્થાન કરવામાં આવશે. શહેરના તમામ નગરજનોને નર્મદાનું મહત્વ સમજાવવા અને લોકો સુધી યોજનાની માહિતી પહોંચે તે માટે નર્મદા રથ શહેરના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5,6, 7,10,12,13,14,15,16 અને 17માં તારીખ 6 થી 15 સપ્ટેમ્બર સુધી સવારના 9/30 થી 12 અને સાંજના 5/30 થી 9 સુધી ફરશે. તમામ વોર્ડમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને સ્થાનિક લોકો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે અને માતા નર્મદાની આરતી ઉતારવામાં આવશે. મનપા દ્વારા 6 થી 15 સપ્ટેમ્બર સુધી નર્મદા રથનું સ્વાગત કરાશે જયારે 16 અને 17 સપ્ટેમ્બર સુધી નરસિંહ મહેતા તળાવને રોશનીથી શણગારવામાં આવશે અને શહિદ સ્મારક ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા કમિશ્નર વી.જે. રાજપુત અને મેયર આદ્યાશકિતબેન મજમુદારે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...