તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh સાવજોને મોતથી બચાવવા રસી આપવાની શરૂ કરવામાં આવી

સાવજોને મોતથી બચાવવા રસી આપવાની શરૂ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલખાણીયા રેન્જમાં 12 સપ્ટેમ્બર થી શરૂ થયેલા સિંહના મોતના સિલસિલાથી સમગ્ર રાજ્ય તેમજ દેશમાં ચર્ચાનો વિષય બન્યા હતા. 23 સિંહોના મોતથી વનવિભાગ તેમજ સરકારની સિંહ પ્રત્યેની અને સંવેદનશીલતા ઉપર સવાલ ઉભા થયા છે, અને સિંહોના મોત સામાન્ય ઈજામાં સારવાર ન મળતા ઈન્ફેક્શનના કારણે થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે સરકારે આગમ ચેતીના પગલા લઈ અમેરીકાથી ફેરેટ નામની 300 રસી પ્રાથમિક ધોરણે મંગાવી 9 લાખનો ખર્ચ કર્યો હતો.

જોકે બાદમાં 500 વધુ રસી મંગાવવામાં આવી રહી છે. ત્યારે રવિવારથી જામવાળામાં દેખરેખ હેઠળ રાખેલા સિંહોને આ રસી આપવાની શરૂ કરવામાં આવી છે. સિંહોને પાંજરામાં સભાન અવસ્થામાં રાખી આ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ દલખાણીયા રેન્જનાં આજુબાજુનાં વિસ્તારોનાં પ્રાણીઓ અને કુતરાઓને પણ આ રસી આપવામાં આવી રહી છે. આ સાથે સરસીયા વિરડીનાં 200 કિલોમીટર એરીયાનાં 30 પ્રાણીઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ગીર પૂર્વ વિસ્તારમાં 14 ફોરેસ્ટ અને 3 રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પોસ્ટ કરવામાં આવ્યા.

પૂર્વ વન વિભાગમાં 14 ફોરેસ્ટ અને ત્રણ RFOની નિમણુંક
અન્ય સમાચારો પણ છે...