તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢમાં બંધ મકાનમાંથી રૂ.9750ની માલમત્તાની ચોરી

જૂનાગઢમાં બંધ મકાનમાંથી રૂ.9750ની માલમત્તાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, રોજ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. છતાં પણ એક પણ ચોરને પોલીસ પકડી નથી શકી. ત્યારે શહેરના ઉપરકોટ નજીક રામજી મંદિર પાસે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં બંધ મકાનમાં પાછળથી પ્રવેશ કરી અજાણ્યા શખ્સો 9750ની મત્તા ચોરી ગયા હતાં.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં ઉપરકોટ નજીક રામજી મંદિરની સામે ઢોળા ઉપર રહેતા ગીતાબેન વસંતભાઈ જમોડ નજીકમાં રહેતા સંબંધીને ત્યાં બેસણામાં ગયા હતા ત્યારે પાછળથી ચોરો ઘરની પાછળથી દરવાજાની સ્ટોપર ખોલી અંદર પ્રવેશ્યા હતાં. બાદમાં ઘરમાં રહેલ સોના- ચાંદીના દાગીના અને રોકડ સહિત 9750 ની મત્તા ચોરી ગયા હતા. આ અંગે ગીતાબેનને જાણ થતા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...