તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢમાં સીએમના આગમનને લઈ તંત્ર સવારમાં જાગ્યું, ખાડા પુર્યા

જૂનાગઢમાં સીએમના આગમનને લઈ તંત્ર સવારમાં જાગ્યું, ખાડા પુર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં રવિવારના દિવસે સીએમ વિજય રૂપાણી શહેરમાં ભાજપ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતાં. જોકે આ એ પહેલા કે સીએમ જૂનાગઢમાં પ્રવેશ કરે મહાનગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું. અને શહેરના મુખ્ય માર્ગ રેલ્વે સ્ટેશન રોડ પર પડેલા ખાડા ને પુરવા માટે માણસોને સવારથી જ કામે લગાડી દિધા હતાં. શહેરમાં જગ્યાએ જગ્યાએ પડેલા ખાડાને પ્રજાની અનેક રજૂઆત છતાં પણ પુરવામાં આવતા નથી પરંતુ ફક્ત સીએમના આગમન પહેલા જ આ થીંગડા લગાડવામાં આવ્યા હતા. આ પહેલા પણ તંત્રએ આળસ વૃતિ દેખાડી મજેવડી ગેઈટ પાસે માટીથી ખાડા પુરી પોતાની આળસ વૃતિના સાક્ષાત દર્શન કરાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...