જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફરી ઇન્સ્પેકશન થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંમેડિકલ કોલેજ શરૂ થઇ છે. તેમજ મેડિકલનાં છાત્રોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમજ મેડિકલ કોલેજ શરૂ થતા પહેલા મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. અને મેડિકલ કોલેજ શરૂ કરવાની માન્યતા મળી હતી.

પરંતુ તાજેતરમાં એમબીઆઇનાં પ્રતિનિધી મંડળે જૂનાગઢ મેડિકલ કોલેજનું નિરીક્ષણ કર્યુ હતુ. કોલેજમાં માર્ગદર્શિકા અને ધારાધોરણ મુજબની અમુક ક્ષતિઓ જવા મળી હતી. જેના પગલે જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફરી ઇન્સ્પેકશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.હવે પછીનું ઇન્સ્પેકશન તા. 30 એપ્રિલ સુધીમાં પુરુ કરાશે. આગામી દિવસોમાં ફરી ઇન્સ્પેકશન કરવામાં આવશે. ઘટના અંગે ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...