ફેસ રેકોગ્નાઇઝ મશીન ચેક કરતા ભાંડો ફુટ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડા આવતા કોર્પોરેશનનાં 83 કર્મચારીઓને નોટીસ ફટકારી

83માંથી 15 મહિલા કર્મી, 3 દિવસમાં ખુલાસો મંગાયો

કોર્પોરેશનમાંજુદી જુદી શાખામાં કામ કરતા કર્મચારીઓની હાજરી અંગે ફેસ રેકોગ્નાઇઝ મશીન ચેક કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.4 દિવસ દરમિયાન એક, બે નહિ પરંતુ પૂરા 84 કર્મચારીઓએ ગુટલી મારી હોવાનું જણાયું હતું. તમામ કર્મીઓને નોટીસો પાઠવી તમારો તે દિવસનો પગાર શા માટે કાપી લેવો તેમજ શા કારણે વગર રજાએ ગેરહાજર રહ્યા તે અંગે 3 દિવસમાં ખુલાસો આપવા જણાવાયું છે.

વિશ્વ મહિલા દિને મહિલાને નોટીસો | મોડાઆવનાર કોર્પોરેશનના 84 કર્મી પૈકી 15 જેટલી મહિલાઓ છે. સેવા સેતુ, વિવિધ સરકારી મેળા વગેરેમાં વધારાનું કામ કરવા બદલ ઓવર ટાઇમના પૈસા મળતા નથી અને કયારેક થોડા મોડા પડતા પગાર કાપી લેવાની નોટીસથી મહિલાકર્મીઓ રોષે ભરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...