બે દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં શરદી ઉધરસના દર્દીઅોમાં 20 ટકાનો વધારો થયો

બાળકોમાં વાયરલ ઇન્ફેકશનની દેખાઇ અસર

જૂનાગઢમાંછેલ્લા બે ત્રણ દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થતા વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધ્યા છે. જૂનાગઢમાં કમોસમી વરસાદ અને દિવસભર ફુંકાતા ઠંડા પવન તથા બપોરના સમયે ગરમી એમ એક દિવસમાં ત્રણ ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધવા પામ્યું છે. જૂનાગઢમાં શરદી, ઉધરસના દર્દીઓમાં સરેરાશ કરતા 20 ટકાનો વધારો છેલ્લા બે દિવસમાં નોંધાયો છે. સામાન્ય દિવસમા સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ આવતા હોય છે. જેની સરખામણીમાં હાલ 150થી 170 જેટલા દર્દીઓ ખાસ કરીને બાળકોને વાયરલ ઇન્ફેક્શનની અસર વધુ જોવા મળી રહી છે.આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ શરદી,ઉધરસના દર્દીઓ વધ્યા છે.તો મેલેરીયા અને ટાઇફોઇડના પણ દર્દીઓ સામે આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...