• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વાળનાં 45 અને ચામડીનાં 80 પેશન્ટોએ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો

વાળનાં 45 અને ચામડીનાં 80 પેશન્ટોએ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાખાનગી તબીબે વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત એક કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં મહિલાઓને વાળની તેમજ ચામડીની થતી બિમારીનું નિ:શુલ્ક નિદાન કરી આપવામાં આવેલ હતું. ઉપરાંત ફ્રિમાં દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરના અેસટી બસ સ્ટેન્ડ ખાતે ડો. પિયુષ બોરખતરીયાનું કાયાકલ્પ કલીનીક આવેલું છે. પ્રતિ વર્ષ અહિયાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષે પણ વિશ્વ મહિલા દિનની ઉજવણીને લઇને કેમ્પ યોજાયો હતો જેમાં મહિલાઓને થતા ચામડીના અને વાળના રોગોનું ફ્રિમાં નિદાન કરી આપવામાં આવ્યું હતું. કેમ્પને અનુજા ગુપ્તા,મોનીકા વૈષ્ણવ,મિતલ ગોહેલ,અલ્પા ફડદુ,આરતી પટેલ,ખુશ્બુ અંજલી વગેરેએ દિપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુકયો હતો.કેમ્પમાં અત્યાધુનીક અને અત્યંત મોંધી સારવારના મશીનો દ્વારા સંપૂર્ણ ફ્રિમાં 125 જેટલી મહિલાઓને વાળ અને ચામડીની બિમારીનું નિદાન કરી દવા પણ તદન ફ્રિમાં અપાઇ હતી.

કેમ્પમાં ડો. પિયુષ બોરખતરીયા,ડો. મિત્તલ બોરખતરીયા અને કાયા કલ્પ પરિવારના તબીબોએ સારવાર આપી હતી.

દીપ પ્રાગટ્ય સાથે કેમ્પને ખુલો મુકાયો હતો. તસવીર- ભાસ્કર

અમેરીકન મશીનથી દર્દીના રોગોનું થયું નિદાન, દવા પણ ફ્રિમાં અપાઇ

જૂનાગઢમાં વિશ્વ મહિલા દિને વાળ, ચામડીનો ફ્રિ એનાલીસીસ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...