કૃષિ યુની.માં રેડીયો પર રવિવારે કવિ સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાનગરજનો રવિવારે કવિ સંમેલન માણી શકશે. જૂનાગઢ કૃષિ યુની. ના રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારણ થનાર છે જેમાં સુપ્રસિદ્ધ કવિઓ પોતાની કાવ્ય રચના રજુ કરી કાવ્ય રસીકોને મોજ કરાવશે.

જૂનાગઢ કૃષિ યુની. દ્વારા જનવાણી નામનું રેડીયો સ્ટેશન ચલાવવામાં આવે છે.જેમાં મોટાભાગે ખેડૂતોને માટે પાક સબંધીત ઉપયોગી માહિતીનો રસથાળ પિરસવામાં આવે છે. હાલમાં ઉતાસણી અને ધૂળેટીના પર્વને લઇ જૂનાગઢ જનવાણી 91.2 મેગા હર્ટસ પરથી 12 માર્ચેના રોજ સવારે 8 અને સાંજના 5 વાગ્યે કવિ સંમેલન રજુ થનાર છે. કવિ સંમેલનમાં જયંત કોરડીયા,રાહુલ શ્રીમાળી,શ્યામ શુકલ,નાથાલાલ પરમાર,અનીલ સવસાણી વગેરે પોતાના કાવ્યો અને ગઝલ રજુ કરશે.કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર ભટ્ટ કરશે.કાવ્ય પ્રેમીઓને સંમેલનને માણવા સ્ટેશન ઇન્ચાર્જે અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...