ભારત સાધુ સમાજે પોલીસ વડાને રજૂઆત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં ગિરનાર દરવાજા પાસે સાધુની જગ્યા પચાવી પાડી

ગિરનારદરવાજા પાસે ખાંટ બોર્ડીગ પાછળ આવેલા કેશેશ્વર નિવાસનાં સાધુ મહંત ઇન્દ્રગીરી ગુરૂ નરેન્દ્રગીરીની જગ્યામાં અમુક માથાભારે શખ્સોએ કબજો કરી લીધો હોવાનો આક્ષેપ ભારત સાધુ સમાજે કર્યો છે. ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મહંત ગોપાલાનંદજીએ પોલીસ વડાને રજૂઆત કરી જણાવ્યું હતું કે, સાધુની જગ્યામાં બળજબરીથી માથાભારે શખ્સોએ કબજો કર્યો છે. જુના અખાડાનાં વયોવૃધ્ધ સાધુ ઇન્દ્રગીરી બાપુ છેલ્લા ઘણા સમયથી બાબતે લડત કરી રહ્યાં છે. છતા તેમની જગ્યા જે લોકોએ પચાવી પાડેલી છે તેની સામે કાર્યવાહી થતી નથી. તેમજ વયોવૃધ્ધ સાધુ જગ્યાનાં આધાર-પુરાવા સાથે કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યાં છે. છતા પણ તંત્ર કોઇ પ્રકારનું ધ્યાન આપતુ નથી. અંગે ન્યાય નહી માળે તો આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...