• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સીઝનલ | ચામડીને નુકસાન પહોંચાડતા કલર,ગુલાલનું વેચાણ વધ્યું

સીઝનલ | ચામડીને નુકસાન પહોંચાડતા કલર,ગુલાલનું વેચાણ વધ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીઅને ધુળેટી પર્વને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે તહેવારને પુરાજોશથી ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારમાં હાલ નાના બાળકો રંગોના પર્વને માણી શકે તે માટે અવનવી ડિઝાઇનની રૂ20થી માંડી 500 રૂપિયા સુધીની પીચકારીઓ આવી ચુંકી છે. રંગોમાં પણ ચામડીને અસર કરે તેવા નેચરલ કલર અને ગુલાલનું વેચાણ વધુ જોવા મળ્યું છે.

જીવનના અનેક રંગનો ખુશીઓ અાનંદથી માણવાના સંદેશો આપતા એવા હોળી અને ધુળેટી પર્વને હવે માત્ર બે દિવસજ બાકી રહ્યા છે.

બજારમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ધાણી,ખજુર અને દાળીયાની ખરીદી થઇ રહી છે. તો બીજી તરફ નેચરલ રંગો,ગુલાલ અને પીચકારી,સ્પ્રેની પણ ખરીદી થઇ રહી છે. હાલ બજારમાં રૂા 20થી માંડી 500 સુધીની પીચકારીઓ મળી રહી છે. ખાસ કરીને નાના બાળકોમાટે બેગવાળી પીચકારી,પેન્સિલ પીચકારી,સાઇકલ પીચકારી,લાંબી પીચકારી,જેવી અનેક અવનવી ડિઝાઇનની પીચકારીઓ સામેલ છે. તો કલરમાં પણ લોકો ચામડીને નુકશાન પહોંચાડે તેવા ગુલાલ, નેચરલ કલરની ખરીદી કરી રહ્યા છે. ચાલુ વર્ષે કલરમાં ભાવ વધારો જોવા મળ્યો નથી પરંતુ પીચકારીઓમાં 10થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.

બજારમાં અનેક પ્રકારની પિચકારી ઉપલબ્ધ છે. તસ્વીર: મેહુલ ચોટલીયા

રૂા.20 થી માંડી 500 સુધીની પીચકારીઓ

અન્ય સમાચારો પણ છે...