• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં રાષ્ટ્રીય સેમિનારમાં આજે ઇસરોનાં ચેરમેન આવશે

જૂનાગઢમાં રાષ્ટ્રીય સેમિનારમાં આજે ઇસરોનાં ચેરમેન આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસીય સેમીનારનો પ્રારંભ થશે

એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢનાંશૈક્ષણિક સંકુલમાં તા. 10-11નાં બેદિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇસરોનાં ચેરમેન વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

જૂનાગઢનાં ભેંસાણ રોડ ઉપર આવેલી નોબલ ગૃપ ઓફ ઇન્સિટ્યુશન ખાતે બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 10નાં સવારે 8:30થી 4:30 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાનાર છે. કોલેજનાં ઓડીટોરીયમ ખાતે યોજાનાર કાર્યક્રમનું ચીફગેસ્ટ પદ ઇસરોનાં ચેરમેન પદ્મશ્રી ડો.એ.એસ.કિરણ કુમાર શોભાવશે. તકે અમદાવાદ સ્થિત આઇએએફનાં સંદીપ સૈની તેમજ સ્વામી સર્વસ્થાનંદસ્વામી ઉપસ્થિત રહેશે. તા. 11નાં સવારે 9:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાશે. જેમાં જીટીયુનાં ડો.નવીન શેઠ વગેરે હાજર રહેશે. તકે સંસ્થાનાં ગીરીશ કોટેચા, નિલેશ ધુલેશીયા સહીતનાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...