વોટર વર્કસ ઇજનેરને બઢતી આપવાનો મામલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારમાં મંજુરી છે, દરખાસ્ત મોકલી હોવાનું જણાવ્યું

જીપીએમસી એક્ટમાં પ્રમોશન આપવાની પૂર્ણ સત્તા છે: કમિશ્નર

જૂનાગઢમહાનગરપાલિકામાં વોટર વર્કસ ઇજનેર તરીકે ફરજ બજાવતા અધિકારીને કાર્યપાલક ઇજનેર બનાવ્યા હોવાથી વિવાદ થયો છે. બાબતે કમિશ્નરે જણાવ્યું હતું કે, જીપીએમસી એક્ટમાં કાર્યપાલક બનાવવાની પૂર્ણ સત્તા છેે. જેની દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે.

જૂનાગઢ કોર્પોરેશનનાં વોટર વર્કસ ઇજનેરને કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન આપવાનાં કમિશ્નરનાં નિર્ણય સામે વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર ભૂપત શેઠીયાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને નિતી નિયમ વિરૂદ્ધ કામગીરી કરી હોવાનો આક્ષેપ વ્યક્ત કર્યો હતો. જેની સામે કમિશ્નરે વી.જે.રાજપુતે જણાવ્યું હતું કે, એક કમિશ્નરની સત્તાએ બઢતી અાપવાનો અમને સંપૂર્ણ સત્તા છે. જીપીએમસી એક્ટમાં જોગવાઇ છે. જો કે હજૂ પ્રમોશન આપી દેવાયું નથી. માત્ર સરકારમાં દરખાસ્ત મોકલી છે. જે મંજુર થયા બાદ જવનરલ બોર્ડમાં મુકાશે અને પછી સર્વસંમતિથી અમલવારી થશે. જે કંઇ કામગીરી થાય છે તે જીપીએમસી એક્ટ હેઠળ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...