• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગ્રોફેડ પાસેથી દારૂ, કાર મળી 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત

ગ્રોફેડ પાસેથી દારૂ, કાર મળી 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક આરોપી ઝડપાયો, એક નાસી ગયો

સી-ડીવીઝનપોલીસે જૂનાગઢનાં ગ્રોફેડ મીલ પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. જયારે એક શખ્સ નાસી જવામાં સફળ થયો છે. પોલીસે દાર અને કાર મળી રૂા.3.40 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગ્રોફેડ મીલ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમીનાં આધારે સી-ડીવીઝન પોલીસે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન કારમાંથી ઇંગ્લીશ દારૂની 264 બોટલ મળી આવી હતી. દરોડાની કામગીરી દરમિયાન કારનો ચાલક નાસી ગયો હતો. જયારે જૂનાગઢનાં સુખનાથ ચોકમાં રહેતો સાકીર મહમદ બીલીમ ને ઝડપી પાડયો હતો. પોલીસે 40,800નો દારૂ, 3 લાખની કાર મળી 3.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે એએસઆઇ એન.એમ.કટારાની ફરીયાદનાં આધારે પીએસઆઇ એસ.એ.ગોહીલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...