• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અન્ડર બ્રિજનું અણઘડ આયોજન કરનાર સામે પગલાં લો: કોંગ્રેસ

અન્ડર બ્રિજનું અણઘડ આયોજન કરનાર સામે પગલાં લો: કોંગ્રેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જોષીપરાનો અન્ડર બ્રિજ બનાવવામાં પ્રજાના 7 કરોડથી વધુ રૂપીયાનું આંધણ થયું છે છતાં આ અન્ડરબ્રિજમાં ચોમાસામાં લોકો અવર જવર કરી શકતા નથી. ત્યારે પ્લાન એસ્ટીમેટ સહિતની બાબતે અણઘડ આયોજન કરનાર તમામ અધિકારી, કોન્ટ્રાકટરો સામે પગલાં લેવાની કોંગ્રેસે માંગ કરી છે.આ અંગે શહેર કોંગ્રેસના મહામંત્રી કાન્તીભાઇ બોરડ અને પ્રવિણ મકવાણાએ જણાવ્યું છે કે દશેરામાં જ ઘોડું ન દોડે તેમ દર વર્ષે ચોમાસામાં જ જોષીપરા અન્ડરબ્ર્રિજ સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જાય છે. ખાસ તો ચોમાસામાં થતી મુશ્કેલીના નિવારણ માટે જ સાતેક કરોડથી વધુનો આજ સુધીમાં ખર્ચો કરવામાં આવ્યો છે. છતાં આ અન્ડરબ્રિજ લોકોના કોઇ ઉપયોગમાં નથી આવતો. ચોમાસાના ખરે ટાણે જ અન્ડર બ્રિજ મારફતે અવર જવર થઇ શકતી નથી જેથી જોષીપરાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે અન્ડરબ્રિજનું અણઘડ આયોજન કરી પ્રજાના નાણાંનો વ્યય કરનાર તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. ઉલ્લેખનીય છે કે, અન્ડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં લોકોને ફાટક પર ફાજલ સમય ઉભુ રહેવુું પડે છે.

અન્ય સમાચારો પણ છે...