19 ઓગષ્ટથી 26 ઓગષ્ટ સુધી પર્યુષણ પર્વનો થશે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગર પાલિકાએ જાહેરનામંુ બહાર પાડ્યું : ભંગ કરનાર સામે કાર્યવાહી થશે

જૂનાગઢમાં પર્યુષણ પર્વમાં માંસ, મચ્છી અને મટનનાં વેંચાણ પર પ્રતિબંધ મુકાયો

જૂનાગઢમાંતા. 19 ઓગષ્ટથી પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. પર્યુષણ પર્વ દરમિયાન જૂનાગઢમાં કતલખાના, માસ,મચ્છી,મટનનાં વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અંગેનું મહાનગર પાલીકાનાં કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે.

જૈન સમુદાય દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં તા. 19 ઓગષ્ટથી પર્યુષણ પર્વનો પ્રારંભ થશે અને તા . 26 ઓગષ્ટ સુધી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. પર્યુષણ પર્વને લઇ જૈન ઉપાશ્રયમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમ યોજાશે.પર્યુષણ પર્વ દરમિયાન પશુઓની હીંસા થાય તે માટે દર વર્ષે રજુઆત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ પર્યુષણ પર્વમાં પશુઓની હીંસા અટકાવવા જૂનાગઢ મહાનગર પાલીકાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. મનપાનાં કમિશ્નર વી.જે.રાજપુતે જાહેરનામુ બહાર પાડી જણાવ્યું છે કે, તા. 15 ઓગષ્ટથી તા 26 ઓગષ્ટ દરમિયાન પર્યુષણ પર્વની ઉજવણી થશે. પર્યુષણ પર્વ નિમીતે મહાનગર પાલીકાની હદમાં કતલખાના બંધ રાખવા અને માસ, મટન, મચ્છીનાં વેંચાણ પર પ્રતિબંધ રહેશે.

જાહેરનામા કાગળ પર રહેતા હોય છે

દરવર્ષે પર્યુષણ પર્વમાં જાહેરનામુ બહાર પાડવામાં આવે છે. તે દિવસોમાં માસ,મટનનું બેફામ વેંચાણ થતું હોય છે. જાહેરનામા માત્ર કાગળ પર રહી જતા હોય છે. જાહેરનામુ બહાર પાડયા બાદ તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવતુ નથી. જેના કારણે પર્યુષણ પર્વમાં બેફામ માસ, મટનનું વેંચાણ થાય છે. મહાનગરપાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડયા બાદ યોગ્ય રીતે ચેકીંગ કરવામાં આવે તો હેતુ સિદ્ધ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...