• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સુખપુરમાં મુંડાનાં ઉપદ્રવથી ખેડૂતે 6 વીઘાની મગફળી ઉપાડી નાખી

સુખપુરમાં મુંડાનાં ઉપદ્રવથી ખેડૂતે 6 વીઘાની મગફળી ઉપાડી નાખી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગફળીના વાવેતર પાછળ રૂપિયા 30,000નો ખર્ચ કર્યો હતો

જૂનાગઢનાંસુખપુર ગામનાં ખેડૂતે મગફળીનું વાવેતર કર્યુ હતું. જેમાં મુંડા આવતા મગફળીનો પાક નિષ્ફળ જતાં ઉપાડી નાખવો પડ્યો છે. અંગે સુખપુરનાં ખેડૂત હરસુખભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 14 વિઘામાં મગફળીનાં પાકનું વાવેતર કર્યુ હતું. જેમાંથી 6 વિઘામાં મુંડા આવ્યા હતાં. મુંડાનાં લીધે મગફળી સુકાઇ ગઇ હતી. ખેતર ખાલી થઇ ગયું હતું. મગફળીનો પાક થઇ શકે તેમ હોય મજુર કરી મગફળી ઉપાડી નાખી હતી. ગઇકાલે વિઘાની મગફળી ઉપાડી નાખી છે. મગફળીનાં પાકમાં એક વિઘા પાછળ રૂપિયા 5 હજારથી વધુનો ખર્ચ થયો હતો. વિઘા મગફળીનું વાવેતર પાછળ રૂપિયા 30 હજારનો ખર્ચ થયો છે. મુંડાનાં લીધે રૂપિયા 30 હજારનું નુકશાન થયું છે. હરસુખભાઈએ મુંડા આવે તે માટે 6 હજારની દાવ, 400નું ખાતર નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...